ધંધુકા-બગોદરા હાઈવે પર અકસ્માતમાં પાંચના મોત થયા છે. જેમાં હરિપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. તેમાં એક જ પરિવારના પાંચના ઘટનાસ્થળે જ મોત થયા
છે. જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. તથા તમામ મૃતક ધંધુકાના ઝીંઝર ગામના વતની હતા.
બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના મોત
ઉલ્લેખનીય છે કે ધંધુકા બગોદરા રોડ હરિપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. ટ્રક
અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની હોવાથી
ગામમાં પણ ચકચાર મચી છે.