અમદાવાદના વાતારવરણમાં પલટો આવ્યો

Sandesh 2022-09-11

Views 2.1K

અમદાવાદના વાતારવરણમાં પલટો આવ્યો છે. તેમજ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો છે. તેમાં વસ્ત્રાપુર, બોડકદેવ, નરોડા, એસજી હાઈવે, પ્રહલાદનગર,

વેજલપુર, મણીનગર, ખોખરા, નારોલ, વસ્ત્રાલમાં વરસાદ ખાબક્યો છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ઉલ્લેખનિય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ આવતા ઘુમા, સરખેજ, શીલજ, સિંધુભવન રોડ પર પાણી ભરાયા છે. તથા આનંદનગર, જોધપુર, ખાડિયામાં ધોધમાર

વરસાદ છે. તેમજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ આવતા સેટેલાઈટ, ગોતા, સોલા, નહેરૂનગર, હાથીજણ, વટવા, નિકોલ, ઓઢવમાં વરસાદ છે. તથા શ્યામલ, ઈસ્કોન,

બોપલ, પાલડી, જીવરાજ પાર્ક, થલતેજમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

પશ્ચિમ અમદાવાદમાં અંધારપટ છવાયો

ભારે વરસાદથી વિઝીબીલીટી ઝીરો થઇ છે. તેમજ પશ્ચિમ અમદાવાદમાં અંધારપટ છવાયો છે. તથા આશ્રમ રોડ, શાસ્ત્રિનગર, અખબારનગર, દરિયાપુર, ઈન્કમટેક્ષ, સાયન્સસિટી,

નારણપુરામાં વરસાદ સાથે પવન ફુંકાઇ રહ્યો છે. તેમજ વાસણા, સારંગપુર, ઘાટલોડિયા, આસ્ટોડિયા, ગીતા મંદિર, જમાલપુર, શાહિબાગ, RTO, સૈજપુર બોઘામાં ધોધમાર વરસાદ પડી

રહ્યો છે. રાજયમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા 40 કિમીની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે. તેમજ 12, 13, 14 તારીખે અતિભારે વરસાદની

આગાહી છે. તથા અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ રહેશે. તથા ગુજરાતમાં 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધારે લીલીયા અને અંજારમાં 3.5 ઈંચ

વરસાદ પડ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS