રાજપથ હવેથી તેના નવા નામ કર્તવ્યપથથી ઓળખાશે...
સૌથી પહેલા રાજપથન ઇતિહાસ વિશે વાત કરું..
1911 માં જ્યારે અંગ્રેજોએ તેમની રાજધાની કોલકાતાથી દિલ્હી ખસેડી, ત્યારે નવી રાજધાની ડિઝાઇન કરવાની જવાબદારી એડવિન લ્યુટિયન અને હર્બર્ટ બેકરને આપવામાં આવી. રાજપથનું કામ 1920 માં પૂરું થયું હતું. તે પહેલા જ 1905માં જ્યોર્જ પંચમના પિતાના માનમાં લંડનમાં એક રોડ બનાવવામાં આવ્યો હતો, જેનું નામ કિંગ્સવે રાખવામાં આવ્યું હતું. દિલ્હીમાં તેમના માનમાં બનેલા રોડનું નામ પણ કિંગ્સ વે રાખવામાં આવ્યું હતું. જ્યોર્જ પંચમ 1911માં દિલ્હી આવ્યા, જ્યાં તેમણે નવી રાજધાની જાહેર કરી અને આ રસ્તાને 'કિંગ્સ વે' કહેવામાં આવતું હતું...
જેનું આઝાદી પછી નામ બદલીને 'રાજપથ' રાખવામાં આવ્યું. જે, આ કિંગ્સવેનો જ હિન્દી અનુવાદ હતો. 75 વર્ષથી રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડ યોજાઈ રહી છે. પણ જેમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હવે આ ગુલામીના ચિન્હો છોડી આઝાદી તરફ પ્રયાણ છે જેથી રાજપથ હવેથી તેના નવા નામ કર્તવ્યપથથી ઓળખાશે...
NDMCએ તેની બેઠકમાં તેને મંજૂરી આપી દીધી છે અને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ આને ઐતિહાસિક નિર્ણય ગણાવતા તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. રાજપથ એ રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીનો રસ્તો છે, જેની લંબાઈ 3 કિલોમીટર છે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે રાજપથ પર જ પરેડ થાય છે હવે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવનના સમગ્ર રોડ અને વિસ્તારને 'કર્તવ્યપથ' તરીકે ઓળખવામાં આવશે.