યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું

Sandesh 2022-09-04

Views 1

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડ્યો છે. યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહે કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. જેમાં રાજીનામા સાથે કાર્યકરોને સંબોધન લેટર વોટસએપ

કર્યો છે. તથા આગામી થોડા દિવસોમાં ભાજપમા જોડાશે. તેમજ કાર્યકરોને 7 પાનાંનો પત્ર લખ્યો છે. તેમાં એક જ પરિવારની ભક્તિ કરવાવાળી પાર્ટી બની ગઈ છે, કોંગ્રેસ પાર્ટીમાં પૈસા

આપીને હોદ્દા વેચાય છે, તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.

કાર્યકરોને 7 પાનાનો પત્ર લખ્યો

ઉલ્લેખનીય છે કે કાર્યકરોને 7 પાનાનો પત્ર લખ્યો છે. જેમાં 2016થી 2021 સુધી અલગ અલગ 4 હોદ્દા પર રહ્યા છે. તથા NSUIની ચૂંટણીમાં 25 લાખ ખર્ચ કર્યા હોવાનો દાવો છે. તેમજ

કોંગ્રેસની આંતર ચૂંટણી પ્રક્રિયામાં 1.70 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાનો દાવો કર્યો છે. તેમજ કોંગ્રેસ પક્ષે મને જે પદો આપ્યા એ મારી પાસેથી રૂપિયા લઈ વેચાતા આપ્યા હતા તેવુ આક્રોશ

સાથે જણાવ્યું છે. કોંગ્રેસ પક્ષના સિનિયર નેતાના આંતરિક જૂથ વાદનો હું ભોગ બન્યો છુ. મારા કાર્યક્રમો નિષ્ફળ બનાવવા માટે કોંગ્રેસમાંથી પ્રયત્ન થયા છે.

કોંગ્રેસ પાર્ટીમાં પૈસા આપીને હોદ્દા વેચાય છે

તેમજ મને વારંવાર નિષ્ફળ બનાવવાના પણ પ્રયત્ન થયા છે. તથા નેતા પુત્ર અને પૈસાદાર માટે જ કોંગ્રેસમાં જગ્યા છે. તેવા આક્ષેપો કોંગ્રેસ પર કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાં અંદરો

અંદર જ દુશ્મન છે. જનતાની નાડ પારખનારા નેતાઓ રાહુલથી દૂર થયા છે. તેમજ કોંગ્રેસ અંદરો-અંદર લડાવાનું કામ કરે છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS