વલસાડ જિલ્લાના ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ પર બેફામ પુરપાટ ઝડપે ઘેટા-બકરાની જેમ ભરી જતા ટ્રકનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં ઉમરગામ જીઆઇડીસી વિસ્તારની
કંપનીમાં કામ કરતાં કામદારોને ઘેટા-બકરાની જેમ ટ્રકમાં ભરવામાં આવે છે. ઉમરગામ શહેરના રસ્તા લર પૂરપાટ દોડતી ટ્રક કાયદો અને વ્યવસ્થાના નામે લીલેલીરા ઉડાવી રહી છે.
દર વર્ષે અકસ્માતમાં હજારો નિર્દોષ લોકો જાન ગુમાવે છે. ત્યારે મજૂરી કરી પેટીયુ રડતા કામદારોના જીવ પર જોખમ ઊભું કરનાર કંપની સંચાલક અને ટ્રક ચાલક સામે કાર્યવાહી થાય તે
જરૂરી છે.