નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ કેસ નોંધી 25 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. આ સાથે છોટા શકીલ પર ૨૦ લાખ, અનિશ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઇગર મેમેણ પર ૧૫ લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. 1993 મુંબઈમાં દાઉદે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એર ઈન્ડિયા હેડક્વાર્ટર અને શિવસેના કાર્યાલય સહિતની જગ્યાઓ પર 13 બોમ્બ પ્લાન્ટ કરવામાં મદદ કરી હતી અને બલાસ્ટમાં 257 લોકો માર્યા ગયા હતા. આ બસ્ત બાદથી તે ભારતમાં નથી.