અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં પૂર્વ વિસ્તારમાં કાળા ડીબાંગ વાદળો સાથે વરસાદ ખાબક્યો છે. તેમજ બાપુનગર, મણિનગર, ખોખરા, હાટકેશ્વરમાં વરસાદ
શરૂ થયો છે. તથા વસ્ત્રાલ વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે.
ઉલ્લેખનીય છે કે આગામી 3 કલાક અમદાવાદમાં ભારે વરસાદ આવી શકે છે. જેમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદી ટર્ફ પસાર થતો હોવાથી વરસાદની અગાહી
કરી છે. જમાલપુર, દાણીલીમડા, જીવરાજ, પાલડી, વાસણા, માણેકબાગમાં વરસાદ આવ્યો છે. જેમાં નહેરુનગર સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.
ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી છે. જેમાં આગામી 4 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની આગાહી છે. તથા વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી,
સુરત, ભરૂચમાં વરસાદ રહેશે. તેમજ ઉત્તર ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી છે. તથા અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે.