કોંગ્રેસથી નારાજ થયેલા ગુલામ નબી આઝાદે રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનિય છે કે, તેમણે થોડા સમય પહેલા જ પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું. તો સોનાલી ફોગાટ અપમૃત્યુ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં ગોવા પોલીસે ખુલાસો કરતા જણાવ્યું છે કે, સોનાલીને ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. ડ્રગ્સના ઓવર ડોઝને કારણે સોનાલીની તબીયત લથડી હતી. બંને આરોપીએ સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપ્યા હોવાની કબુલાત કરી છે.