રસ્તા પર રખડતા ઢોરના મુદ્દે હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે અતિ કડક અપનાવતા અને લાલ આંખ કરતા રાજ્ય સરકારને મૌખિક આદેશ કર્યો છે કે, રખડતા ઢોરના પ્રશ્નના ઉકેલ મુદ્દે યુદ્ધના ધોરણે સમગ્ર રાજ્યના સંદર્ભે મજબૂત પગલાના પ્રસ્તાવ સાથે આવો અને તેનો આવતીકાલથી જ અમલ કરો, નહીંતર હાઈકોર્ટ કડકમાં કડક આદેશ કરશે. હાઈકોર્ટે એ પણ ટકોર કરેલી છે કે, સત્તાધીશો આ પ્રશ્નને લઈ આંખ મિચામણા કરે નહીં, આ પ્રશ્નનો ઉકેલ આવવો જરૂરી છે. રખડતા ઢોરના લીધે હવે એકપણ વ્યક્તિ ઘાયલ થવો ન જોઈએ અથવા તો એકપણ વ્યક્તિનુ મોત થવુ જોઈએ નહીં. આ એક ગંભીર પ્રશ્ન છે. આ મુદ્દા પરની સુનાવણી બપોરે ચાર વાગે રાખવામાં આવેલી છે.