ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે પરંતું આ વિરામ લાંબો ન ચાલતા બીજો એક રાઉન્ડ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહીને જોતા આજે રાજ્યમાં સર્વત્ર વરસાદી માહોલ જામશે. ત્યારે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.