સુરતના કામરેજમાં પિતા પુત્ર વચ્ચે અભ્યાસ બાબતે બોલાચાલી થતા પુત્રે પિતાના માથામાં વાઈપર મારી દીધું હતું. જે બાદ પિતાએ ગુસ્સે થઇ પોતાની લાયસન્સ વાળી રિવોલ્વર વડે પુત્ર ઉપર ફાયરીંગ કર્યું હતું. જે બાદ ઈજાગ્રસ્ત થયેલા પુત્રને તાબડતોબ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો.