આજે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજ્યભરના કૃષ્ણ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સાથે સાથે શહેરોના ગલી મહોલ્લામાં પણ દહીંહાંડીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. સુરત શહેરમાં આજરોજ ભાગળ ચાર રસ્તા ખાતે ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગોવિંદાઓએ ઢોલ નગારાના તાલે નાચતા નાચતા મટકી ફોડી હતી. સમગ્ર વિસ્તાર 'નંદ ઘેર આનંદ ભયો ઘેર કનૈયા લાલ કી' ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલ કનૈયા બનેલા બે બાળકોને રમાડતા પણ જોવા મલય હતા.