રાજ્યમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમની સપાટી 135.65 મીટર પર પહોંચી છે. ડેમના તમામ પાવરહાઉસ શરૂ કરવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડીસામાં ભારે વરસાદને પગલે કેટલાક ગામડાઓમાં છેલ્લા બે દિવસથી પાણી ભરાયેલા છે. મોડાસામાં પણ વરસાદથી તરાજી સર્જાઈ છે.