આવતીકાલે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીને ઉત્સાહ છવાઈ રહ્યો છે. જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ડાકોર નગરી કૃષ્ણમય બની હોય તેમ લાગી રહ્યું છે. ખેડામાં આવેલ ડાકોરના રણછોડરાયનું મંદિર રંગીન રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. આવતીકાલે જન્માષ્ટમીના પર્વ પર અહીં લાખો ભક્તો રણછોડરાયના દર્શન કરશે. આ માટે અત્યારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ડાકોર પહોંચી રહ્યાં છે.