હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે 224 તાલુકાઓમાં મૂશળધાર વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની છે, તો અનેક ડેમો છલકાયા છે. અનેક ઠેકાણે કોઝ વે જળમગ્ન થયા છે, તો ક્યાંક હાઈવે પર પાણી ફરી વળ્યા છે. ક્યાંક ગામડા પાણીમાં ગરકાવ થયા છે, તો ક્યાંક પાણી વચ્ચે જિંદગી અટવાઈ ગઈ છે.