ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, તો સુરતમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.