સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. કેટલાક શહેરો અને જિલ્લાઓમાં મેઘરાજા ધુઆધાર વરસી રહ્યા છે. ઉદેપુરમાં પણ વરસાદે બગડાટી બોલાવી દીધી છે. ત્યારે ભારે વરસાદ અને શામળાજીમાં ભેખડ ધસી પડવાની ઘટનાને લઈ ઉદેપુરથી અમદાવાદ અને અમદાવાદથી ઉદેપુર જનારાઓએ સાવચેત રહેવાની જરૂર છે.