બનાસકાંઠામાં આવેલ પ્રખ્યાત અંબાજી માતાના ગબ્બર પર અખંડ જ્યોત પર તિરંગા માળા શણગારવામાં આવી છે. જેમાં રંગબેરંગી ફૂલોથી તિરંગા કલરની માળા લગાવવામાં આવી છે.
હજારો વર્ષોથી ગબ્બર અખંડ જ્યોત પ્રગટે છે. અંબાજીથી 3 કિલોમીટર દુર પહાડોની ઉપર માં અંબાની અખંડ જ્યોતના દર્શન કરવા ભક્તો આવે છે. અરાવલી પર્વતમાળાની વચ્ચે ગબ્બર
પહાડ પર તિરંગા લગાવવામાં આવ્યા છે. જેમાં સુંદર દ્રશ્યો જોવા મળ્યા છે.