સરદાર સરોવર ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જેને લીધે હાલ ડેમની જળ સપાટી 134.82 મીટરે પહોંચી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર હોવાથી સરદાર સરોવર ડેમમાંથી મોટી માત્રામાં પાણીને છોડવાની ફરજ પડી છે. સરદાર સરોવર ડેમમાં 1.04 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેથી ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી મુક્ત થશે.