પ્રાકૃતિક રીતે જોડાયેલા બે રુદ્રાક્ષને ગૌરી શંકર રૂદ્રાક્ષ કહેવામાં આવે છે. આ રુદ્રાક્ષ ભગવાન શિવ અને માતા પાર્વતીનું પ્રત્યક્ષ સ્વરૂપ છે. તેને ધારણ કરવાથી શિવ અને શક્તિ બંને પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષ ગૃહસ્થ સુખ માટે એકદમ શુભ માનવામાં આવે છે પરંતુ રુદ્રાક્ષને સિદ્ધ કરેલ ધારણ કરવો કે સ્થાપિત કરવો જરુરી છે. ત્યારે આવો જાણીએ ગૌરીશંકર રુદ્રાક્ષને સિદ્ધ કરવાના વિધિ વિધાન.