જગદીપ ધનખડ એ આજે બપોરે 12.30 વાગ્યે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. બપોરે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. આની પહેલા તેઓ સવારે 8.30 વાગ્યે રાજઘાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. આ અંગે ધનખડ એ ટ્વીટ કરીને માહિતી આપી હતી.