ગીર સોમનાથના દરિયાકાંઠે નશીલા પદાર્થ મળવાના કેસમાં છેલ્લા 24 કલાકમાં વધુ 113 કિલોનો જથ્થો મળ્યો છે. જેમાં અત્યાર સુધી નશીલા પદાર્થનો કુલ 273 કિલો જથ્થો મળ્યો છે.
તેમાં શંકાસ્પદ ચરસની અંદાજિત કિંમત ચાર કરોડ થાય છે. તેમાં લાટી અને આદરી ગામના દરિયાકાંઠેથી જથ્થો મળ્યો છે.
ATS ,SOG, LCB નું કોસ્ટલ એરિયામાં સર્ચ ઓપરેશન
ઉલ્લેખનીય છે કે સતત ચાર દિવસથી 10 ટીમોનું સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. જેમાં ATS, SOG, LCBનું કોસ્ટલ એરિયામાં સર્ચ ઓપરેશન કર્યું છે. તેમાં કોસ્ટગાર્ડે પણ
હેલિકોપ્ટરની મદદથી પેટ્રોલિંગ હાથ ધર્યુ છે. જેમાં ગીર સોમનાથના દરિયા કાંઠેથી નશીલા પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. તેમાં નશીલા પદાર્થની માત્રામાં વધારો થયો છે.
તેમાં છેલ્લા 24 કલાકમાં વધુ 113 કિલો જથ્થો મળી આવ્યો છે.
કોસ્ટગાર્ડે પણ હેલિકોપ્ટરની મદદથી પેટ્રોલિંગ હાથ ધર્યુ
આજે ચોથા દિવસે પણ 10 ટીમો ફૂટ પેટ્રોલિંગ સાથે સર્ચ ઓપરેશન યથાવત રાખશે. જેમાં વધુ જથ્થો મળવાની શકયતા છે. તેમાં ગુજરાત ATSના માર્ગદર્શન હેઠળ જિલ્લાના SOG,
LCB સહીત સ્થાનિક પોલીસે દરિયાકાઠામાં સઘન ચેકીંગ હાથ ધર્યું છે. ઉનાના સૈયદ રાજપરા બંદરથી કોડીનાર, સૂત્રાપાડા, વેરાવળ સહિતના બંદરોમાં સઘન ચેકીંગ કરવામાં આવ્યું છે.
જેમાં સમુદ્રમાં પણ કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરની મદદથી પેટ્રોલિંગ હાથ ધરાયુ છે.