મુળ રાજસ્થાનના દંપત્તિ બોડેલીની નર્મદા કેનાલ ફરવા આવ્યા હતા. જોકે અનાયાસે પત્નીનો પગ લપસી જતાં તે નર્મદા કેનાલમાં પડી ગઈ હતી. આ ઘટના વખતે પત્નિને ડૂબતી જોઈ પતિ પણ પત્નિને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે બંને કેનાલમાં ડૂબી રહ્યા હતા ત્યારે બચાવો, બચાવોની બુમો પાડતાં જ આસપાસના લોકો અહીં દોડી આવ્યા હતા. અહીંના પર પ્રાંતિય યુવાનોએ દંપત્તિને બચાવા કેનાલમાં જંપ લાવ્યું હતું. આ યુવાનોની મદદથી દંપત્તિનો આબાદ બચાવ થયો હતો. ત્રણ પર પ્રાંતિય ભાઈઓએ પતિ અને પત્નીને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ યુવાનોમાં બચાવનાર મધ્ય પ્રદેશના ગ્વાલિયરના રહેવાસી બોડેલીમાં કલર કામ કરતા હતા અને સાંજના સમયે કપડા ધોવા અને ન્હાવા માટે નર્મદાની મુખ્ય કેનાલ પર આવ્યા હતા.