ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ 5 મહિનાની વાર છે, પરંતુ રાજકીય હલચલ અત્યારથી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપ માધવસિંહ સોલંકીના સમયે વિધાનસભાની ચૂંટણીમાં મેળવેલી 149 બેઠકોનો રેકોર્ડ તોડવા કમર કસી રહ્યું છે. જે અંતર્ગત ભાજપ એક પછી એક કલા અને સાહિત્ય જગતની હસ્તિઓને પાર્ટીમાં સામેલ કરી રહ્યું છે.