અરવલ્લી જિલ્લાના બોલુન્દ્રા ભાટકોટા વચ્ચે ડુંગર નજીક આવેલ એક મંદિરમાં ભગવાનની મૂર્તિના બદલે પથ્થરની પૂજા થાય છે. જેમાં દરેક મંદિરોમાં અલગ અલગ દેવી દેવતાઓના
સ્વરૂપ સાથેનું પ્રતીક બિરાજમાન કરેલ હોય છે. અને તેની નિયમિત પૂજા થતી હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દ્રા ભાટકોટા વચ્ચે આવેલું એક મંદિર એવું છે કે
જ્યાં કોઈ દેવી દેવતાની મૂર્તિ નહીં પરંતુ મોટા પથ્થરની પૂજા થાય છે કેમ થાય છે પથ્થર પૂજા જોઈએ એક અહેવાલ.
મોડાસા તાલુકાના બોલુન્દ્રાથી ભટકોટા વચ્ચે આવેલ અરવલ્લીની ગિરિમાળા પર વર્ષો પહેલા ગામના એક મહિલાને ડુંગર પર રહેલા એક પથ્થર પર અનોખી શ્રદ્ધા હતી. એ શ્રદ્ધાના સથવારે
દરરોજ ડુંગર પર જઈ પથ્થરની પૂજા કરે અને મનમાં જે કાંઈ સંકલ્પ હોય એ પરિપૂર્ણ થાય છે. આ બાબતની જાણ આસપાસના ગ્રામજનોને થતા ગ્રામજનોએ પણ આ પથ્થરદેવને
પૂજવાનું સરું કર્યું, તો તમામ ભક્તોના કામ પૂર્ણ થતા દિવસે દિવસે શ્રદ્ધા વધતી ગઈ.