આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિંમતનગરના ઝરણેશ્વર, ભોલેશ્વર, હરસિધ્ધમાતાનુ મંદિર, ગોકુલેશ્વર, પંચદેવ મંદિર સહિત બેરણાના કંટાળેશ્વર મહાદેવ મંદિર, વક્તાપુર ઈડરના
મહંકાલેશ્વર, ચંદ્રમોલેશ્વર, ખોખાનાથ મહાદેવ, ઈડરીયા ગઢ ઉપર આવેલા પંચમુખી મહાદેવ મંદિર તેમજ સાબરમતી નદીના કિનારે આવેલા સપ્તેશ્વર મહાદેવર મંદિર, વિજયનગર
તાલુકામાં રમણીય વનરાજીમાં આવેલ વિરેશ્વર, શારણેશ્વર જેવા પ્રાચીન શિવમંદિરોમાં સવારથી જ ભક્તિમય વાતાવરણ વચ્ચે હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય તેમજ બમ બમ
ભોલેના સ્વરનાદથી શિવાલયો ગુંજી ઉઠશે.