સાબરકાંઠાના બલોચપુર ગામે માછલી પકડવાની જાળમાં અજગર પકડાયો હતો. જેમાં માછીમારોના જીવ તાળવે ચોંટ્યા હતા. તેમાં જીવ દયા પ્રેમીને બલોચપુર બોલાવાયા હતા. જેમાં
નિકુલભાઇ શર્માએ જાળમાંથી અજગરનુ રેસ્ક્યુ કર્યુ હતુ. તથા અજગરને સુરક્ષિત સ્થળે જંગલમાં છોડી દેવાયો હતો.