પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ભોળાનાથને ભજીને તેમની ઉત્તમ અનુકંપા પ્રાપ્ત કરી રહ્યા છે અને અલગ અલગ શિવમંદિરે જઇને તેમને ભજી રહ્યા છે. ત્યારે ભક્તિ સંદેશમાં આજે આપણે દર્શને જઇશું એક એવા શિવાલયના કે જેના માટે કહેવાય છે કે અહીં સાક્ષાત શિવજી તપસ્યા કરી રહ્યા હોય તેવો આભાસ ભક્તોને થાય છે. કુદરતના સાનિધ્યમાં સ્થિત સાબરકાંઠાના વિરેશ્વર મહાદેવના આવો કરીએ કલ્યાણકારી દર્શન.