ખંભાતના કલમસર ગામે કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. અહીંની ખાનગી ફેક્ટરી પ્રદૂષીત પાણી ચેક ડેમમાં છોડી દેતા પાણી પ્રદૂષીત થયું છે. રોહન ડાયકેમ નામની ફેક્ટરી દ્વારા પ્રદૂષીત પાણી છોડા હજારો હેક્ટર જમીન પર નુકસાનીની ખતરો તોડાઈ રહ્યો છે. તો બીજી તરફ અમદાવાદની શેઠી કેનાલમાં કાળા રંગનું દૂષિત પાણી મળવા મામલે રાહત આપતો રિપોર્ટ સામે આવ્યો. આ રિપોર્ટમાં કેનાલમાં કોઈપણ પ્રકારનું ઝેરી કેમિકલ મળી આવ્યું નથી. તો જોઈએ સંદેશના ‘ગુજરાત એક્સપ્રેસ’ અહેવાલમાં વધુ વિગત...