બાર જ્યોર્તિલીંગના દર્શન કરીને આપણે પાવન તો થયા પરંતુ ગુજરાતની પવિત્ર ભૂમિ પર સ્થાપિત પ્રથમ જ્યોર્તિલીંગ એટલે કે સોમનાથ મહાદેવના કે જેના દર્શન માત્રથી જ તમામ આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય છે સોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન સુંદર આરતી દ્રારા ભોળાનાથની ભક્તિ કરવામાં આવે છે તો આવો આપણે પણ સોમનાથ મહાદેવની આરતીમાં જોડાઈએ અને કરીએ ધન્યતાનો અનુભવ