જૂનાગઢ જિલ્લાના માણાવદરના ગણા ગામની સીમમાં 70 ફૂટ ઊંડા પાનું ભરેલા કુવામાં પડી ગયેલા દીપડાનું વન વિભાગે રેસ્ક્યુ કરીને બચાવી લીધો છે.
માણાવદર તાલુકાના ગણા ગામના સરપંચના પતિ અશોકભાઈ વીરડાએ જણાવ્યું કે, તેમના ગામના વેકરી જવાના રસ્તે સુખાભાઈ નારણભાઈ સૈયાના ખેતરમાં આવેલ પાણી ભરેલ કુવામાં દીપડો પડી ગયો હતો. આજે કુવામાં દીપડો હોવાની ખબર મળતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી, જેને લઈને વન વિભાગની ટીમ પાંજરા સાથે વાડીએ આવી હતી.
સ્ટાફ દ્વારા પાણીમાં દીપડાને દોરડાથી પકડીને ઉપર ખેંચીને પાંજરામાં પૂરી રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. વાડીમાં આશરે 70 ફૂટ ઊંડા કુવામાં 10-15 ફૂટ પાણી ભરેલું હતું, રાતના સમયે દીપડો પડી ગયાનું અનુમાન છે.