બરવાળા પંથકમાં દેશી દારૂનું વેચાણ થતું હોય અને દારૂના વેચાણ અંગેનું સેટિંગ કરાવવા અંગે મહિલા એ.એસ.આઇ.યાસ્મિન જગરેલાનો કથિત ઓડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા બનાવની સંવેદનશીલતા દાખવી મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની પૈસાની લેતી દેતીના સેટિંગ કરાવવા અંગેનો ઓડિયો વાયરલ થતાં તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે.