લઠ્ઠાકાંડને લઈ ગાંધીનગરમાં મહત્વની બેઠક શરૂ થશે. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હાઈ લેવલ બેઠક બોલાવી છે. તેમાં DGP સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે. જેમાં
જવાબદાર પોલીસ અધિકારીઓ સામે એક્શનની શક્યતા છે.
DGP સહિતના અધિકારીઓ બેઠકમાં રહેશે હાજર
અમદાવાદના બોટાદ લઠ્ઠાકાંડ બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં દેશી દારુનું વેચાણ બંધ કરવામાં આવ્યું છે. તેમાં ગૃહમંત્રીની મિટીંગ
પહેલા જ લેવાયો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાં શહેરના તમામ સ્થળો પર પોલીસનુ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તથા વહેલી સવારથી દેશી દારુના બુટલેગરને ત્યાં પોલીસે કાર્યવાહી
હાથ ધરી છે. તથા કોઈપણ સ્થળે દારુ ન વેચાય તે માટે કાર્યવાહી કરાઇ છે.
ધંધુકા તાલુકાનાં આકરૂં ગામના 3 લોકોનાં મોત
ધંધૂકા - બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 27નાં મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના 15 અને ધંધુકા તાલુકાના 9 લોકોનાં મોત થયા છે. તેમજ બોટાદના રોજિંદ ગામના 5 લોકોનાં મોત
થયા છે. તથા ચદરવા ગામનાં 2 અને દેવગણા ગામના 2 લોકોનાં મોત થયા છે. તેમજ ધંધુકા તાલુકાનાં આકરૂં ગામના 3 લોકોનાં મોત થયા છે.
બોટાદના રોજિંદ ગામના 5 લોકોનાં મોત
ઉલ્લેખનીય છે કે અણીયાલી ગામનાં 2 અને ઉચડી ગામના 2 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય ગામના 9 લોકોનાં મોત થયા છે. તથા 31 લોકો હજુ સારવાર હેઠળ છે. તેમજ બોટાદ
લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. જેમાં પિપલજની કંપનીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં જયેશ નામના આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં ખાનગી કંપનીના
કર્મચારીને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો છે. તથા 600 લીટર મિથેલોન વેચનાર આરોપી ઝડપાયો છે. જેમાં મંજુરી વગર મિથેલોન ગેરકાયદે વેચ્યુ હતુ.