જામનગરમાં વિભાજી સ્કૂલ પાસે દંપતી જાહેરમાં બાખડ્યા હતા. જેમાં પારિવારીક ઝઘડાને લઈ પત્નીએ પતિને જાહેરમાં ધમકાવ્યો હતો. તેમાં સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં
વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિભાજી સ્કૂલ પાસે પત્નીએ પતિનો કાંઠલો પકડીને કહ્યું, ‘ચાલ, સાથે ડૂબી મરીએ..!’...
ઘરમાં ચાલતા પરિવાહીક ઝગડાને લઇ પત્નીએ પતિને જાહેરમાં ધમકાવ્યો હતો. તથા પત્નીએ જાહેરમાં રણચંડી બનીને પતિને બેફામ વાણી વિલાસ કરતા લોકોના ટોળા ભેગા થયા હતા.
જોકે આ બનાવ સમયે કોઈએ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને બંનેને સમજાવીને ત્યાંથી રવાના કર્યા હતા. તેમજ આ સમગ્ર બનાવ અંગે દંપતીનો વીડિયો વાયરલ
થતા ચર્ચાનો વિષય બન્યો છે.