એક તરફ ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, બીજી તરફ નદીઓ ગાંડીતુર બની છે. શહેરી વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ છે, ત્યારે દરિયો પણ તોફાને ચઢ્યો છે.
વલસાડના તિથલ દરિયા કિનારે આહલાદક દ્રશ્યો સર્જાયા છે. તિથલના દરિયામાં મહાકાય તોફાની મોજા ઉછળીને ચોપાટી ઉપર પડી રહ્યાં છે. દરિયાનું પાણી બીચ પરથી વહી રહ્યું છે, તો પ્રસિદ્ધ પર્યટક સ્થળ પર હાલ ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેથી સેહલાણીઓને દરિયા કિનારે જવા પર રોકી શકાય. જ્યારે માછીમારોને 5 દિવસ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના પણ અપાઈ છે.