બનાસકાંઠાના ભાભર પંથકમા વિદ્યાર્થીઓ ચાલુ વરસાદમાં પણ જીવના જોખમે મુસાફરી કરતા નજરે પડ્યા છે. તેમાં વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓ શાળાએ આવવા તેમજ પોતાના ઘરે
જવા ખુલ્લા વાહનમાં ઘેટા-બકરાની જેમ મુસાફરી કરે છે. જેમાં તંત્ર દ્વારા ભાભર તાલુકાના વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે પૂરતી બસની વ્યવસ્થા કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જીવના
જોખમે મુસાફરી કરી ના પડે તેવી લોકમુખે ચર્ચા જાગી છે.