દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગના પગલે હવે અનેક ઠેકાણે પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ છે. સતત ભારે વરસાદને પગલે અનેક નદીઓ ગાંડીતૂર બની છે, તો અનેક નદીઓ ભયજનક સપાટીની ઉપરથી વહી રહી છે. ભારે વરસાદની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં જોવા મળી રહી છે.