છેલ્લા અઠવાડિયાથી રાજ્ય પર મેઘરાજા મહેરબાન થયા છે. આજે કચ્છના તમામ તાલુકામાં વરસાદ પડ્યો છે. સવારે ચાર જ કલાકમાં કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે કચ્છના મુંદ્રાથી વડાલા જતો માર્ગબંધ થયો છે. સૌરાષ્ટ્રમાં ગઈ કાલે અમૂક જીલ્લાઓમાં મેઘાડંબર વચ્ચે જોરદાર ઝાપટાઓ વરસતા અનેક ડેમોમાં નવાનીરની આવક થતા ડેમોની સપાટીમાં જળશશીનો વધારો નોંધાવ્યો છે.