મેઘરાજાએ ભારે વરસાદથી કચ્છને ઘમરોળી નાંખ્યું છે. જિલ્લામાં સતત ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ ગઈ છે, તો અનેક ઠેકાણે જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એવામાં માંડવીની રુકમાવતી નદીના ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા યુવકને માંડવીની પોલીસે બચાવ્યો છે. માંડવીમાં મૂશળધા વરસાદને પગલે નદીમાં બે દિવસથી પાણીની આવક થઈ ગઈ છે.