હિમાચલ પ્રદેશના કુલ્લુની મણિકર્ણ ખીણના ચોજ વિસ્તારમાં સવારે લગભગ 5 વાગ્યે વાદળ ફાટ્યું હતું. વાદળ ફાટવાના કારણે ઘણા ઘરો અને કેમ્પિંગ સાઇટ્સને ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ્લુમાં રાતથી વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં ચોજ નાળામાં સવારે વાદળ ફાટ્યું હતું. જેમાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.