મેઘરાજાએ અષાઢી બીજનું મુહુર્ત સાચવ્યા બાદ રાજ્યના વિવિધ ભાગોમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે દ્વારકા જિલ્લામાં અત્યારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર પણ સાબદું બન્યું છે.