વડોદરામાં સમતા વિસ્તારમાં શ્વાનના હુમલાનો બનાવ બન્યો છે. જેમાં વૈકુંઠ ફ્લેટમાં રહેતા પરિવાર સાથે ઘટના બની છે. તેમાં ઘરમાં ઘોડિયામાં સૂતેલી બાળકી પર શ્વાને હુમલો કર્યો
હતો. જેમાં શ્વાને બાળકીનું માથું ફાડી નાખ્યું હતુ. તેથી ગંભીર ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડાઈ છે. જેમાં બાળકીના માથામાં 15 ટાંકા લેવાની ફરજ પડી છે.
શ્વાને બાળકીનું માથું ફાડી નાખ્યું
ઉલ્લેખનીય છે કે વડોદરાના સમતા વિસ્તારમાં કંપારી છૂટાવી દે તેવી ઘટી ઘટના બની છે. જેમાં વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા પરિવાર સાથે ઘટના બની હતી. તેમાં ઘરમાં
ઘોડિયામાં સૂતેલા બાળક પર કૂતરાએ હુમલો કર્યો હતો. તેમાં માતા પાણી ભરવા ગઈ ત્યારે માત્ર પાંચ મિનિટમાં આ બનાવ બન્યો હતો. જેમાં કુતરાએ માસુમનું માથું ફાડી નાખી લોહી
ચાટતું જોઈ માતા હેબતાઈ ગઈ હતી. તથા કુતરાને ભગાડવાની કોશિશ નાકામયાબ રહેતા અંતે બાળકીને લઇ માતા બહાર નીકળી ગઈ હતી. તેમજ કુતરાના હુમલાથી ઘાયલ બાળકીને
સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલ ખસેડાઈ છે. જેમાં હોસ્પિટલના ફરજ પરના તબીબોએ બાળકીના માથામાં 15 ટાંકા લેવાની ફરજ પડી છે.