ગુજરાતના આણંદ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ 6 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદે બોરસદમાં ભારે તારાજી સર્જી છે. અહીં સેંકડો લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે, તો હજુ પણ કેટલાક લોકો વરસાદના પાણી વચ્ચે ફસાયેલા છે. એવામાં બોરસદ તાલુકાના મહિલા મામલતદાર આરતીબેન ગોસ્વામીએ “બેટી બચાવો, બેટી પઢાઓ”ના સુત્રને સાર્થક કરીને બતાવ્યું છે.