અમદાવાદમાં રથાયાત્રાની તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. જેમાં અમદાવાદમાં બે વર્ષ બાદ નાથની ધામધૂમથી રથાયાત્રા નીકળશે. તેમાં આજે રથયાત્રાના રૂટ પર પોલીસ કમિશનર તથા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રૂટનું નિરીક્ષણ કર્યું છે.
પેરામોટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ
ઉલ્લેખનીય છે કે રથયાત્રામાં કાયદો વ્યવસ્થા અંગે પોલીસ દ્વારા ખાસ આયોજન કરાયુ છે. પહેલીવાર પેરામોટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરવામા આવનાર છે. આ
વખતે હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં
રથયાત્રાના બંદોબસ્તમાં ગોઠવાયા છે.
બે વર્ષ બાદ નાથની નીકળશે ધામધૂમથી રથાયાત્રા
અમદાવાદમાં ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં પહેલીવાર અયોધ્યામાં તૈયાર થનાર ભવ્ય રામમંદિરની ઝલક દર્શાવતો ટેબ્લો રજૂ
કરવામાં આવશે. તેમજ ભવ્ય રામમંદિર તેમજ જમાલપુર જગન્નાથ મંદિરની પણ ઝાંખી કરાવતી ટ્રક જોડાશે. આ ઉપરાંત અમરનાથ યાત્રાનું ટેબ્લો પણ રજૂ કરાશે. રામ મંદિરનું શિખર
તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ચાંદીની જે ઇટો મૂકવામાં આવી હતી તેવી પ્રતિકૃતિ દર્શાવતી ટ્રક રથયાત્રામાં જોડાશે. ભગવાન
જગન્નાથની રથયાત્રા માટે રૂ. 1.50 કરોડનો વીમો લેવામાં આવશે. ભગવાન જગન્નાથની મંદિરમાં ત્રણ દિવસના ઉત્સવ અને રથયાત્રમાં ભાગ લેનાર લોકો માટે માસ્ક પહેરવા જરૂરી છે.
નાસિક, ઉજ્જૈન, અયોધ્યા, હરદ્વાર, જગન્નાથપુરી અને સૌરાષ્ટ્રમાંથી 2 હજાર જેટલા સાધુસંતો રથપાત્રમાં જાડાશે.