વડોદરાના તાંદલજામાં રહેતી 25 વર્ષીય નફીસાએ પ્રેમ પ્રકરણમાં આપઘાત કરી જીંદગી ગુમાવી છે. જેમાં નફીસાને પ્રેમીએ તરછોડતા ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે. પ્રેમની રમતમાં
નફીસા હારી ગઇ અને અંતે તેને જીવન ટૂંકાવવાનો નિર્ણય લઇ લીધો હતો. જેમાં સમગ્ર મામલે યુવતીના પરિજનોએ રમીઝ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અગાઉ પણ નફીસાએ અમદાવાદમાં બે વાર આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં યુવતીએ આપઘાત પહેલા અમદાવાદ રિવરફ્રન્ટ પર વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં જણાવ્યું હતુ કે...
જીંદગીમેં મૈને તુમ્હે સબસે જ્યાદા પ્યાર કીયા...ઔર તુમને મેરે સાથ ક્યાં કીયા...મુજે ઇતના બડા ધોકા દીયા...મુજે લગા તુમ સબસે અલગ હો...પર તુમ સબકે જૈસે હી હો...તુમ મેં ઓર
સબમેં કોઇ ફર્ક નહીં થા...ઇસ દુનિયા કો પતા ચલ જાને કે બાદ ભી તુમને મેરા હાથ નહીં થામાં...બહોત બુરે હો તુમ....તુમ્હારે ઘરવાલે ભી કહેતે હૈ કી તુમ્હારે સાથ કોઇ કોન્ટેક્ટ નહીં,,,પર
મેને તુમ્હે પરસો દેખા થા વહા પર...તુમ્હારે કપડે સુખે હુવે થે વહા પર... આ પ્રકારે વીડિયો યુવતીએ વ્યથા ઠાલવી આપઘાત કરી લીઘો હતો.