એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હળવા અંદાજમાં જોવા મળ્યા છે. જેમાં તેમણે જણાવ્યું હતુ કે એન્જિનિયરીંગ કોલેજોમાં ઓછી સંખ્યા હોય છે. તથા એક બૂમ પાડે તો બાકીના બધા
ચાલુ પડી જાય છે. ભણતા હતા ત્યારે તો ખબર ન્હોતી પડતી પણ મજા આવતી હતી. કેન્ટીનમાં જઇએ પણ પૈસા ન આપવા પડે એટલે ભાગી જતા. જેમાં CM ભૂપેન્દ્ર પટેલને કોલેજના
દિવસો યાદ આવ્યા હતા. એક વખત એવી માગ ઉઠી હતી કે કોલેજ સવારની કરો. જેમાં લેડિઝ કોલેજ સવારની હોય તો અમારી પણ સવારની કરો.