પાકિસ્તનના નાણામંત્રી મિફ્તાહ ઇસ્માઇલીએ પેટ્રોલ અને બીજા ઉત્પાદનો પરથી સબસીડી બંધ કરવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યુ કે, સરકાર સબસીડી આપવાની પરિસ્થિતીમાં નથી. તે માટે પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો કરવામાં આવી રહી છે. સરકારે પેટ્રોલમાં 24 રુપિયા પ્રતિ લિટર જ્યારે ડિઝલમાં 59 રુપિય પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે પેટ્રોલની કિંમત 233.89 રુપિયા પ્રતિ લિટર, ડિઝલ 263.31 રુપિયા પ્રતિ લિટર થઇ ગયા છે. ત્યાં જ કેરોસિન 29.49 રુપિયા પ્રતિ લિટર વધીને 211.43 રુપિયા થઇ ગયા છે. આ કિંમત 16 જૂનથી લાગુ થશે.