ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ ભગવાન ભરોસે સારવાર લઇ રહ્યા છે. જેમાં મેડિકલ એજ્યુકેશનની ગ્રાન્ટમાંથી 18 વર્ષ પહેલા બનેલ સાત માળની નવી હોસ્પિટલ બિલ્ડીંગ અત્યંત
જર્જરિત બની ગઈ છે. જેમાં હોસ્પિટલમાં હજારો દર્દીઓ દરરોજ સારવાર લેવા માટે આવતા હોય છે. તેવામાં નવા બિલ્ડીંગના પાંચમાં માળને ભયજનક ઘોષિત કરી ખાલી કરાવી દર્દીઓને
અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું કોઈ મોટી દુર્ઘટના બનશે ત્યારબાદ સરકાર એક્શનમાં આવી કાર્યવાહી કરશે કે હોસ્પિટલના સતાધીશો
સમયસૂચકતા દાખવી રીપેરીંગનું કામ જલ્દીથી હાથ ધરશે, જોકે રીપેરીંગના નામે ચાર વર્ષ વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે. પણ હજુ સુધી હોસ્પિટલના સતાધીશો કોઈ મોટી
દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.