અમરેલીના લાઠી તાલુકાના દૂધાળા ગામના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા બાદ પોતાને નવી જિંદગી મળી છે. ત્યારે ગામ માટે કંઈક કરી છૂટવાના સંકલ્પ
સાથે તેમણે ગામને સોલાર એનર્જીથી સજ્જ કરવાનો સંકલ્પ કર્યો હતો જેને તેમના પરિવારે વધાવી લીધો હતો. તેમણે ગામના 300 મકાનોને પોતાના ખર્ચે સોલાર એનર્જીથી મઢવાનુ શરૂ
કર્યુ છે. જેમા અત્યાર સુધીમાં 160 મકાનો પર સોલાર સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે. ગોવિંદભાઈના પ્રયાસોથી સમગ્ર ગામ સોલાર સિસ્ટમથી સજ્જ બનશે. ત્યારે ધોળકિયા પરિવાર
જણાવે છે કે અમારામાંથી પ્રેરણા લઈ અનેક ઉદ્યોગપતિઓ પોતાના ગામ માટે કંઈક કરે તો દેશમાં નવો ચીલો પાડ્યો ગણાશે.