રાજકોટના ગુંદા ગામે ખોડીયાર માતાનો માંડવો યોજાયો હતો... જેમાં રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી ધૂણવા લાગ્યા હતા... સાથે જ સાકળ લઈને પોતાના શરીર પર ફટકારતા પણ નજરે ચડ્યા હતા... ત્યારે ધૂણવાની ખરાઈ કરતા અરવિંદ રૈયાણી કહે છે, તેઓ પોતે રૈયાણી પરિવારના રાખડી બંધ ભુવા છે... ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ 2019ની ચૂંટણી સમયે પણ રૈયાણીનો ધૂણતો વીડિયો વાયરલ થયો હતો...